ભાભા એ દુષ્ટ આત્માને ક્રોધથી ભરેલા લોચનોથી તાકી રહ્યા. શાસ્ત્રો ભણીને આવેલા પોતાના જ્ઞાની અને તેજસ્વી આભા ધરાવતા સત્યનારાયણ દેવના અવતારી પુત્રને બાબલા જેવા તોછડા નામથી બોલાવનાર એ માનવીને બાળીને ભષ્મ કરી દેવાનું એમને મન થયું. શ્રાપ આપીને એને માનવીમાંથી શ્વાન બનાવી દેવા એમની જીભ સળવળી પણ ખરી! પછી પુત્રના જ્ઞાન પર પિતાની કુચેષ્ટાનો દુષ્પ્રભાવ પડવાની બીકે ભાભાએ શ્રાપ આપવાનું માંડી વાળ્યું. વળી શેરીમાં જેટલા પણ શ્વાન હતા એ રાતે બિહામણા રુદન સ્વરો વહાવીને ભાભાની નિંદ્રામાં ખલેલ પહોંચાડતા હતા. એમાં એક પણ શ્વાનનો વધારો થાય એ ભાભાને પોસાય તેમ નહોતું."દુષ્ટ જાદવા..નીચ અને અધમ પાપી. તું તારી જીભડીને કાબુમાં રાખ. મારો