મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 2

  "કે સે ને કે કોક મોટા સાસ્તરી આંયા આયા સે. હબલાને ઈમણે કીધું સે કે લખમણિયો ભૂત પાસો આવવાનો સે. તેં હેં ઈ હાચું સે? એ ભાઈ ટેમુ ચ્યાં સે ઈ સાસ્તરી.. મારેય પુંસવું સે.  હું ઈમ કવ સુ કે લખમણિયાના ભૂતને મારા પંડ્યમાં મેકલોને બાપા. મારે ભૂત થાવું સે..!" રઘલા વાળંદે બે પગ વચ્ચે વલુરતા વલુરતા ટેમુની દુકાને આવીને કહ્યું. હબાની દુકાને લખમણિયા ભૂત નામના ફટાકડાની વાટ સળગાવીને બાબો અને ટેમુ હજી ઘરે પહોંચ્યા જ હતા. બાબો ટેમુના ઘરમાં ફ્રેશ થવા ગયો અને ટેમુ દુકાનમાં આવીને બેઠો એટલીવારમાં લ.ભુ.નો ફટાકડો બોંબ બનીને ફૂટ્યો હતો. હબાની દુકાને ઘડીકમાં તો લોકોનું ટોળું