14. લેણીયાત કે દેણીયાત એક જૂની લોકકથા. એક શેઠ હતા. ખૂબ અમીર અને વ્યવહારકુશળ વેપારી. આમ તો તેઓ ખૂબ બુદ્ધિશાળી, સાહસિક વેપારી હતા પણ એક વાત, જેને ખામી પણ કહી શકીએ એ એવી હતી કે તેઓ વેપાર કે બીજે વ્યવહારમાં પણ બધી બાબતોમાં નાણાકીય ફાયદો જ જુએ. એ માટે અંગત સંબંધો, પોતાની જિંદગી કે બધું ગૌણ, પ્રથમ તો આર્થિક ફાયદો જ. આવા શેઠને સંતાન પણ લેણીયાત નહીં, દેણીયાત જ જોઈતું હતું. લેણીયાત એટલે સરવાળે પોતાની પાસેથી લે, દેણીયાત એટલે લે તે કરતાં વધુ આપે. શેઠને સંતાન પણ એવું કમાઉ જ જોઈતું હતું. પોતે ખર્ચી કરી ભણાવે ગણાવે, ઉછેરે