Dear Love - 5

હું અમદાવાદમાં એકલો રહેતો હતો. હું મમ્મી ને  વારંવાર કહેતો કે મમ્મી તું અહીં મારા પાસે અમદાવાદ આવી જાં...અને મમ્મી વારંવાર કહેતી કે, "વિરલ, તું અહીં જામનગર આવી જા," પણ મારે તો અમદાવાદ માં નોકરી હતી અને મમ્મીનું પણ જામનગર પ્રત્યેનું મોહ છૂટતું જ નહોતું. મમ્મી માટે એ શહેર એનો આખો જગત હતો. આમ હું એકલો જ અમદાવાદમાં રહેતો હતો. નવું શહેર, નવી નોકરી, અને એક અલગ જીવનશૈલીમાં મારે હાલવું પડતું હતું. સદભાગ્યે, નોકરીમાં વ્યસ્ત રહેતાં એ નવો જીવનરંગ અનુભવવા લાગ્યો.એક દિવસ, હું ઓફિસની બિલ્ડિંગની બહાર ફોન પર વાત કરતો ઊભો હતો. ત્યારે મારી નજર સામે એક ટેક્સી ઊભી હતી,