આ સમયે મારો ભાઈ છઠા ધોરણમાં હતો. બેન દસમા ધોરણમાં હતી. ભાઈ કોઈવાર શાળાએ જાય કોઈવાર ન જાય. કોઈ ને કોઈ બહાના કરીને રજા પાડે. પછી ખબર પડી કે એપેન્ડિકસ છે એટલે એનું ઓપરેશન કરાવ્યું. આમ એને શાળાએ ન જવાનું બહાનું મળી ગયું. બેન દસમાં ધોરણમાં હતી. એ સારા ટકાએ પાસ થઈ ગઈ. પપ્પાએ એને સાયન્સ લેવાનું કહ્યું પણ એણે કોમર્સ લીધું. પપ્પાને ન ગમ્યું. આમ જ બે વર્ષ વીતી ગયા. હું દસમા ધોરણમાં આવી. અમારું સંયુક્ત કુટુંબ એટલે વાંચવાની મોકળાશ મળે નહીં. એક દિવસ મામા ઘરે આવ્યા. એમણે કહ્યું તું મારી સાથે ઘરે ચાલ પરીક્ષા સમયે આવી જજે. ક્યારેક ટ્યુશન