જાદુ - ભાગ 2

  • 834
  • 514

જાદુ  ભાગ ૨વિનોદભાઈ અને વિવેક પહેલા ભોજન હોલમાં ગયા "સાહેબ આ છોકરો તો કંઈ ખાતો નથી ,પીતો નથી  ,કંઈ બોલતો પણ નથી " ચીમન કાકા જે આશ્રમની રસોઈ સંભાળતા હતા. એમણે વિનોદભાઈ ને જણાવ્યું ." કાંઈ વાંધો નહીં .બેટા તને ભૂખ નથી લાગી ? " વિનોદભાઈએ મિન્ટુ ના માથા પર હાથ ફેરવતા પૂછ્યું . મિન્ટુ એ ના મા  માથું હલાવ્યું. " ચીમન કાકા બે ચા આપો બેસો વિવેકભાઈ . તમે નાસ્તો કરીને આવ્યા છો ? " વિનોદભાઈ અને વિવેક મીન્ટુ પાસે ટેબલ પર બેઠા ." ના સાહેબ અમે કાલે મોડી રાત્રે અમદાવાદથી જમીને બસમાં બેઠા હતા ભુખ નથી  " " મીન્ટુ