નિતુ : ૭૯(વાસ્તવ) નિતુ એ આજ નવો માર્ગ પકડવાનો હતો. વિદ્યાની આનાકાની છતાં તેને ઈન્કાર કરી તે કરુણા સાથે ઘેર જવા નીકળી. બંને સહેલીએ રીક્ષા પકડી. ઓફિસથી થોડે દૂર પહોંચી નિતુએ રીક્ષાવાળાને રોકવા કહ્યું.રિયર મિરર મારફતે પાછળ જોતા રીક્ષાવાળાએ પૂછ્યું, "શું થયું મેડમ?""આ રસ્તે આગળથી રાઈટ સાઈડ લઈ લેજો.""પણ તમારા ઘેર જવા તો સીધું જવું પડે છે.""અમારે થોડું કામ છે, તમે રાઈટ સાઈડ લઈ લ્યો."તેણે જમણી બાજુ રીક્ષા આગળ ચલાવી મૂકી. તે બોલવા લાગ્યો, "શું વાત છે મેડમ? રોજે કાં તો તમે ઘરે જાઓ છો, કાં તમારા ઘરની આગળ પેલાં લેક ગાર્ડન સુધી. આજે અચાનક શું કામ આવી ગયું?"તે બંને ચુપચાપ એની