My Hostel Life - 2

જય શ્રી કૃષ્ણ  સૌને તો હોસ્ટેલ લાઇફનો પહેલો ભાગ તમે લોકોએ વાંચ્યો જ હશે આજે બીજી એક વાત મને યાદ આવે છે તો એ પણ હું અહીંયા તમારી સમક્ષ રજુ કરું છું અને હું આશા રાખું છું કે તમને પણ એ ગમશે કારણ કે મેં તો એ અનુભવેલું છે...તો ચાલો વાત કરીએ ખુબ હાસ્યાસ્પદ કિસ્સો છે આ...હોસ્ટેલમાં જ્યારે અમે ભણતા તો શિડ્યુલ પ્રમાણે રોજ સવારે અમારે પાંચ વાગ્યે ઊઠી જવાનું અને ઊઠીને તરત જ પ્રાર્થનામાં જવાનું ઘણી વખત વરસાદના કારણે બિલ્ડિંગમાં લોબીમાં જ ધોરણ વાઇઝ પ્રાર્થના બોલાવી લેવામાં આવતી તો ક્યારેક મેદાનમાં એટલે કે ચીકુડી ની સામેના મેદાનમાં પ્રાર્થના બોલાવવામાં