રાધા અત્યારે તેના જેલના અંદર હતી અને તેના હાથમાં વિભા ની બાળકી હતી. વિભા તેની સામે જ બેઠી હતી પરંતુ તે થોડી ઉદાસ દેખાઈ રહી હતી. રાધા પલોઠી મારીને બેઠી હતી અને તેના ખોળામાં તે નાનકડી બાળકી હતી અને તે પોતાનો ગોઠણ વારંવાર ઉપર નીચે કરી હતી જેનાથી તે બાળકીને નીંદર આવી રહી હતી. " વિભા તે મને જવાબ ના આપ્યો તો તને પહેલેથી ખબર હતી કે તું એક બાળકીને જન્મ આપવાની છે?"વિભા એ એક લાંબો શ્વાસ લીધો અને રાધા ના તરફ જોઇને કહ્યું." હા મને પહેલેથી ખબર હતી. મારા પતિએ મારું ચેક અપ કરાવ્યું હતું જેનાથી તે લોકો જાણી શકે