ભાગવત રહસ્ય - ૨૨૫ હનુમાનજી અશોકવનમાં આવ્યા છે.સીતાજી સમાધિમાં બેઠા છે.હે રામ-હે રામ નો જપ કરે છે.માતાજીનું શરીર દુર્બળ થયું છે. માતાજીને મનથી પ્રણામ કરી,જે ઝાડ નીચે સીતાજી બેસી ધ્યાન કરતાં હતા તે ઝાડ પર બેસીને રામ-કથા કહેવાની શરૂઆત કરી.“શ્રી રામે -અનેક વાનરોને સીતાજીને શોધવા મોકલ્યા છે,હું રામદૂત લંકામાં આવ્યો છું,આજે મારું જીવન ધન્ય થયું કે મને આજે સાક્ષાત આદ્યશક્તિ સીતાજીનાં દર્શન થયાં” સીતાજીને કાને આ શબ્દો પડ્યા અને પૂછે છે-કે-આ કોણ બોલે છે ? મને પ્રત્યક્ષ દર્શન કેમ આપતા નથી? માતાજી બોલાવે છે,જાણી હનુમાનજીએ કૂદકો માર્યો અને નીચે આવીને સીતાજીને પ્રણામ કર્યા છે. કહે છે-કે- મા હું