ભાગવત રહસ્ય - ૨૨૪ શ્રીકૃષ્ણને વાલી પ્રશ્ન પૂછે છે-કે-મહારાજ, હું જો પાપી જ છું તો મને બતાવો કે –એવું કઈ પોથીમાં લખ્યું છે-કે પાપીને તમારાં દર્શન થાય છે? ઉલટું એમ કહેવામાં આવ્યું છે કે-“મુનિજનો જન્મ-જન્મોમાં અનેક પ્રકારના સાધનો કરતાં રહે છે-તેમ છતાં અંતકાળ માં તેમના મુખમાંથી રામ-નામ નીકળતું નથી, કે પ્રભુના દર્શન થતા નથી.હું તો પાપી નથી પણ પુણ્યશાળી છું કે –અંતકાળમાં આપનાં દર્શન કરું છું.તમારાં દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે,હવે હું પાપી રહ્યો નથી.તમારાં દર્શન દેવોને પણ દુર્લભ છે,તેમ છતાં અંતકાળે હું તમારા દર્શન કરું છું. એકનાથ મહારાજે લખ્યું છે-કે-ભગવાન વાલીને કહે છે-કે-મારા દર્શન તને થયાં