ભાગવત રહસ્ય - 223

  • 248
  • 56

ભાગવત રહસ્ય - ૨૨૩   પરમાત્મા જીવ માત્રના સાચા મિત્ર છે. જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો જીવન સફળ થાય છે.જગતનો મિત્ર આ લોકમાં કદાચ સુખ આપશે,પરંતુ પરલોકમાં કે અંતકાળે સુખ આપી શકશે નહિ.જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો ઈશ્વર તેને પોતાના જેવો બનાવે છે.પરમાત્મા અતિશય ઉદાર છે,ઈશ્વર જીવને આપે છે-ત્યારે આપવામાં સંકોચ કરતા નથી, જયારે જીવ આપે છે-ત્યારે વિચાર કરીને આપે છે.પોતાના માટે થોડુંક રાખીને બીજાને આપે છે.   મારા માટે કાંઇક રહેવું જોઈએ –એવો વિચાર ઈશ્વર કરતા નથી. પરમાત્મા જોડે મૈત્રી કરવા જેવી છે.(સખ્ય).પરમાત્મા જોડે મૈત્રી તે જ કરી શકે છે-કે- જે કામની દોસ્તી છોડશે. કામ અને કૃષ્ણ,રામ