ભાગવત રહસ્ય - 220

  • 536
  • 224

ભાગવત રહસ્ય - ૨૨૦   વાસના પણ શૂર્પણખાની જેમ પહેલાં સુંદર લાગે છે અને પછી,પોતાનું પોત પ્રકાશિત કરે છે.વાસનાની પક્કડમાંથી જલ્દી છૂટી શકાતું નથી.વાસના ઇન્દ્રિયોમાંથી ઉદ્ભવે છે,અને ઇન્દ્રિયોના ઉપભોગમાં કદી શાંતિ મળતી નથી.શાંતિ ભોગથી નહિ પણ ત્યાગથી મળે છે.મનુષ્યે વાસના રૂપી શૂર્પણખાથી સાવધાન રહેવાની જરૂર છે. જયારે શૂર્પણખા રામજીની પાસે આવી ત્યારે રામજીએ તેને નજર આપી નથી. જયારે વાસનાનો પ્રસંગ આવે ત્યારે આંખને પરમાત્માના ચરણ તરફ રાખવાની.......   લક્ષ્મણજીએ આવી અને શૂર્પણખાના નાક-કાન કાપી નાખ્યાં છે.શૂર્પણખા રડતી- રડતી,ખર,દૂષણ,ત્રિશીરા રાક્ષસો પાસે આવી અને કહે છે-કે રામના ભાઈએ મારી આ દુર્દશા કરી છે.રાક્ષસો યુદ્ધ કરવા આવ્યા છે. પણ રામજીએ તે સર્વ રાક્ષસોનો