ભાગવત રહસ્ય - 219

  • 250
  • 70

ભાગવત રહસ્ય - ૨૧૯   આ બાજુ ચિત્રકૂટમાં રામજીએ વિચાર્યું કે-જો અહીં રહીશ તો અયોધ્યાથી ઘણા લોકો મને મળવા આવશે.એટલે રામજીએ ચિત્રકૂટનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. ચિત્રકૂટના મહાન સંત અત્રિ ઋષિના આશ્રમમાં રામજી પધાર્યા છે. અત્રિ=નિર્ગુણી. ત્રણ ગુણમાં ફસાય નહિ તે અત્રિ.મનુષ્ય ત્રણ ગુણમાં ફસાયેલો રહે છે.દિવસે રજોગુણમાં,રાત્રે તમોગુણ માં,અને ભગવદ ભજનમાં હૃદય આર્દ્ર બને ત્યારે સત્વગુણ માં.   આ સમજાવવા રામાયણમાં ત્રણ ઉદાહરણ બતાવ્યાં છે. વિભીષણ સત્વગુણ,રાવણ રજોગુણ અને કુંભકર્ણ તમોગુણનું સ્વરૂપ છે. રઘુનાથજી અત્રિ ઋષિના આશ્રમમાં પધાર્યા છે.એવું લખ્યું નથી કે અત્રિ ઋષિ રામજીને મળવા ગયા છે. જીવ લાયક થાય ત્યારે રામ (પરમાત્મા) તેને મળવા આવે છે. જે