ભાગવત રહસ્ય - 218

ભાગવત રહસ્ય - ૨૧૮   રામની આસ પાસ ઘણા બધા લોકો એકત્ર થયા છે અને ચર્ચા ચાલે જાય છે, ભરત આજ્ઞા માગે છે.રામજીએ છેલ્લો નિર્ણય જાહેર કર્યો-કે-ભરત આજ સુધી મેં તને કદી નારાજ કર્યો નથી પણ આજે મારે તને નારાજ કરવો જ પડશે.પિતાજીની આજ્ઞાનું પાલન કરવું તે મારો અને તારો બંનેનો ધર્મ છે.પિતાજીની બંને આજ્ઞાનું પાલન કરવાનું જ છે.પહેલી આજ્ઞા તારે પાળવાની છે અને બીજી આજ્ઞા મારે પાળવાની છે. તારે ચૌદ વર્ષ રાજ્ય કરવાનું છે-અને મારે ચૌદ વર્ષ વનમાં રહેવાનું છે.   ભરતજીએ કહ્યું-ચૌદ વર્ષ સુધી હું તમારી પ્રતીક્ષા કરીશ.ચૌદ વર્ષની અવધિ પુરી થયા પછી એક દિવસ પણ વિલંબ કરશો