ભાગવત રહસ્ય -૨૧૬ ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-કે- અર્જુન તારો શત્રુ બહાર નથી પણ તારો શત્રુ તારી અંદર છે.કામ એ હિત-શત્રુ છે. તે આપણને એમ મનાવે છે-કે-“હું તમને સુખ આપું છું” પણ તે સુખ સાચું નહિ કાચું છે. કામ=”ક” એટલે સુખ અને “આમ” એટલે કાચું. કામ એટલે કાચું સુખ. કામનું સુખ તે સાચું સુખ નથી પણ કાચું સુખ છે-વિનાશ વાળું છે. કામને હૃદયમાંથી કાઢી –ત્યાં પરમાત્મા શ્રીકૃષ્ણને પધરાવવા જોઈએ. ભરત નો ત્યાગ ઉત્તમ છે.અષ્ટસિદ્ધિઓ દાસી થઈને ઉભી છે,પરંતુ ભરત કોઈની સામું જોતાં નથી. વૈરાગ્ય વગર ભક્તિ રડે છે,વૈરાગ્ય ના હોય તો ભક્તિની કોઈ કિંમત નથી. ભરતને એક જ