ભાગવત રહસ્ય - 215

  • 144

ભાગવત રહસ્ય -૨૧૫   પ્રાતઃકાળમાં આંગણામાં ભીડ થઇ છે.બધાને આશા છે કે રામ-સીતા અયોધ્યામાં પાછા આવશે.ભરતજીએ હુકમ કર્યો કે જેને આવવાની ઈચ્છા હોય તે ભલે આવે, બધાના ઘરનું રક્ષણ રાજ્ય કરશે.વશિષ્ઠ ઋષિ પણ પત્ની અરુંધતી સાથે આવ્યા છે અને રથમાં વિરાજ્યા છે.આજે કૈકેયીનો કળિ ઉતરી ગયો છે અને તે પણ રામના દર્શન કરવા તૈયાર થયાં છે.ભરતજી માટે સુવર્ણનો રથ તૈયાર કર્યો છે,પણ તે રથમાં બેસવાની ના પડે છે. લોકો કહે છે કે –તમે રથમાં નહિ બેસો તો અમે પણ ચાલીશું.   ત્યારે કૌશલ્યા મા ભરત પાસે આવીને કહે છે-કે-“બેટા તું રથમાં નહિ બેસે તો અયોધ્યાની પ્રજા પણ રથમાં નહિ બેસે,રામવિયોગમાં