ભાગવત રહસ્ય -૨૧૩ દશરથના મરણના સમાચાર સાંભળી વશિષ્ઠ ઋષિ ત્યાં આવ્યા છે. સર્વ લોકોને વિલાપ કરતાં જોઈ વશિષ્ઠ ઉપદેશ આપે છે.કહે છે-કે-દશરથજીનું મરણ મંગલમય હતું. જેનું મન મરતી વખતે પ્રભુ ચરણમાં હોય તેનું મરણ મંગલમય બની જાય છે.રાજાના મુખ માં મરણ વખતે “રામ”નું નામ હતું. એટલે તેમનું મરણ મંગલમય છે,અને તેથી આવા પ્રસંગે શોક કરવો યોગ્ય નથી. તે પછી વશિષ્ઠજીએ સેવકો ને આજ્ઞા કરી કે-તમે કૈકેય દેશમાં જાઓ અને ભરત શત્રુઘ્નને માત્ર એટલું કહેજો કે –“ગુરુજી તમને બોલાવે છે.” તે પછી-રાજાનું મૃત-શરીર તેલની કોઠીમાં સાચવવામાં આવ્યું. સેવકો દોડતા દોડતા જઈ ને ભરત –શત્રુઘ્નને વશિષ્ઠનો સંદેશો કહ્યો,એટલે તે બંને