ભાગવત રહસ્ય - ૨૧૧ રામ,સીતા અને લક્ષ્મણ ગંગા-કિનારે આવ્યા છે. ગંગાજીને સામે કિનારે જવાનું હતું. ગંગાજીમાં હોડીમાં કેવટ ઉભો હતો.લક્ષ્મણજી તેને દુરથી જ પૂછે કે-“અમને સામે પાર લઇ જઈશ ?” કેવટ મર્મ માં હસે છે-અને નાવડી માંથી જ જવાબ આપે છે-“હું તમારો મર્મ જાણું છું” લક્ષ્મણ પૂછે છે-ભાઈ તું શું મર્મ જાણે છે ? કેવટ કહે છે-રામજી ના ચરણરજમાં એવી શક્તિ છે-કે-“પથ્થર”-ઋષિ-પત્ની (સ્ત્રી) બની જાય છે-ત્યારે મારી નાવ તો “લાકડાની” છે. રામજીની ચરણરજથી મારી નાવ જો ઋષિ-પત્ની (સ્ત્રી) બની જાય-તો પછી મારી રોજી-રોટીનું શું થાય ? પછી મારા કુટુંબ નું ભરણ પોષણ કેવી રીતે કરી શકું ? તમને