ભાગવત રહસ્ય - 208

  • 170

ભાગવત રહસ્ય -૨૦૮   મંથરા કહે છે-રામ તો આનંદમાં જ હોય ને ? રામનો તેમના પિતા આવતી કાલે રાજ્યાભિષેક કરે છે.રામના સમાચાર સાંભળી કૈકેયી પોતાનો ચંદ્રહાર ઉતારી મંથરાને આપ્યો. કૈકેયી અતિ ભોળી છે.મંથરાએ હાર ફેંકી દીધો. કૈકેયીને આશ્ચર્ય થયું-તે પૂછે છે-મારા રામનો રાજ્યાભિષેક થાય,તેથી મને અતિઆનંદ થાય છે,પણ તને આટલું દુઃખ કેમ થાય છે ? સૂર્યવંશની રીત છે-કે-મોટો પુત્ર ગાદી પર બેસે.   મંથરાએ ધરતી પર પડતું મુક્યું,ખોટી રીતે મૂર્છા માં પડી છે,નવી રીતે નવું નાટક ચાલુ કર્યું. મંથરા હવે કહે છે-કે-રામ રાજા થાય કે ભરત રાજા થાય મને શું મળવાનું છે ? હું તો દાસી જ રહેવાની છું. મારો