ભાગવત રહસ્ય -૨૦૭ અયોધ્યાના લોકોને રામના રાજ્યાભિષેકની ખબર પડી છે,બધાને અતિ આનંદ થયો છે,પણ દેવોને દુઃખ થયું છે.તેનું એક કારણ હતું-તેઓ ને થયું કે- જો રામ રાજગાદીએ વિરાજશે તો રાવણને કોણ મારશે ? દેવોએ વિઘ્નેશ્વરી દેવીનુ આહવાન કર્યું છે. દેવીને કહ્યું-કે-અયોધ્યા જઈ તું રાજ્યાભિષેકમાં વિઘ્ન કર. રામજીને સુખ-દુઃખ થવાનું નથી.તે તો આનંદરૂપ છે.દશરથરાજાને સદગતિ મળવાની છે. મહાત્માઓ કહે છે-કે-કોઈ સર્વ રીતે સુખી થાય તે “કાળ” ને પણ ગમતું નથી. દશરથજી બહુ સુખી છે-તો તેમને “કાળ” ની નજર લાગી. સંસાર નો નિયમ છે-કે-સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ. “કાળ” વિઘ્નેશ્વરીમાં પ્રવેશ કરે છે.વિઘ્નેશ્વરી વિચાર કરે છે-કે “હું ક્યાં