ભાગવત રહસ્ય -૨૦૫ સીતાજીએ વરમાળા પહેરાવવા હાથ ઉંચા કર્યા છે-પણ રામજી માથું નીચું કરતા નથી. વિશ્વામિત્ર દોડતા ત્યાં આવ્યા છે-રામજી કહે છે-કે લગ્ન થાય એવી મારી ઈચ્છા છે-પણ માતપિતાની આજ્ઞા વગર મારાથી લગ્ન ન થાય. વિશ્વામિત્ર:-મને કૌશલ્યા માએ કહ્યું છે-કે –મારા રામજીના લગ્ન થાય. રામજી--પણ આ કન્યા સાથે લગ્ન થાય તેવી ક્યાં આજ્ઞા છે ? વિશ્વામિત્ર:-- કૌશલ્યા માએ સીતાજી ના ખુબ વખાણ સાંભળ્યા છે,તેઓની ઈચ્છા છે કે સીતા તેમની પુત્રવધૂ થાય. હું સત્ય કહું છું,તમારાં માતપિતાની ઈચ્છા છે કે સીતા જોડે તમારાં લગ્ન થાય. રામજી : પણ મારો લક્ષ્મણ કુંવારો છે,તેનો વિવાહ પહેલાં કરો. રામ નાનાભાઈને ભૂલતા નથી.