ભાગવત રહસ્ય -૨૦૪ જનક મહાજ્ઞાની છે.સંસારમાં રહે છે-પણ જનકરાજાના “મન” માં સંસાર નથી. સંસારમાં રહેવાથી પાપ થતું નથી પણ સંસારને મનમાં રાખવાથી પાપ થાય છે. ગીતામાં બીજા કોઈ રાજાનાં વખાણ કર્યા નથી પણ શ્રીકૃષ્ણે જનકરાજાના વખાણ કર્યા છે-લખ્યું છે-કે-“જનક રાજાએ કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી હતી.” જનકરાજાની સતત આત્મદૃષ્ટિ હતી. સતત એક જ ભાવના હતી કે “હું શરીર નહિ-શુદ્ધ ચેતન આત્મા છું” રામ-લક્ષ્મણ અને વિશ્વામિત્ર જનકપુરીની બહાર આંબાવાડીમાં રહ્યા છે. સાયંકાળે સંધ્યા કરે છે,વિશ્વામિત્ર જોડે સત્સંગ કરે છે-અને રાત્રે બંને ભાઈ ગુરુના (વિશ્વામિત્રના) ચરણનીસેવા કરે છે.રામ-લક્ષ્મણની સેવા જોતાં –વિશ્વામિત્રનુ હૃદય પીગળ્યું છે-હૃદયથી આશીર્વાદ આપ્યો છે-કે- તમારું