ભાગવત રહસ્ય - 202

  • 534
  • 90

ભાગવત રહસ્ય -૨૦૨   મારીચ આવ્યો હતો યજ્ઞમાં વિઘ્ન કરવા પણ રામજીના દર્શન માત્રથી તેની બુદ્ધિ સુધરી ગઈ છે-તે વિચારે છે-કે મારે રામ જોડે યુદ્ધ કરવું નથી.તેથી તે બીજા દ્વારે ગયો-ત્યાં પણ તેણે રામ-લક્ષ્મણને પહેરો ભરતા જોયા,ત્રીજા ચોથાના એ સર્વ દ્વાર પર રામજી જ દેખાય છે.મારીચને આશ્ચર્ય થાય છે. યજ્ઞ કે કોઈ પણ સત્કર્મમાં –ઇન્દ્રિયોના પ્રત્યેક દ્વાર ઉપર રામને પધરાવવાથી તે સત્કર્મ પૂર્ણ બને છે.નામ-જપ કરવો,કથા સાંભળવી,મનથી નારાયણ ને મળવું,,, વગેરે પણ યજ્ઞો જ છે.ગરીબમાં ગરીબ માણસ પણ આ યજ્ઞ કરી શકે છે.   બીજા બધા યજ્ઞોમાં ખુબ ધન જોઈએ,અધિકાર જોઈએ,પ્રાયશ્ચિત કરવું પડે,અમુક યજ્ઞ માત્ર અગ્નિહોત્રી જ કરી શકે,અમુક યજ્ઞમાં