ભાગવત રહસ્ય - 201

  • 414
  • 112

ભાગવત રહસ્ય -૨૦૧   અગ્નયે સ્વાહા,પ્રજાપતયે સ્વાહા-વિશ્વામિત્ર અગ્નિમાં આહુતિ આપે છે, પણ નિહાળે છે-રામ-લક્ષ્મણ ને.બ્રાહ્મણ યજ્ઞ કરે ત્યારે તેની નજર અગ્નિ પર હોવી જોઈએ.બ્રાહ્મણ પરમાત્માના મુખ માં આહુતિ આપે છે. શ્રુતિ વર્ણન કરે છે-કે-અગ્નિ એ પરમાત્માનું મુખ છે.અગ્નિરૂપી મુખથી પરમાત્મા આરોગે છે.અગ્નિની જ્વાળા એ પરમાત્માની જીભ છે.પણ અહીં વિશ્વામિત્ર આહુતિ યજ્ઞકુંડમાં અગ્નિને આપે છે-પણ નજર રામ પર સ્થિર કરી છે. આ આપણને બોધ આપે છે-કે-કોઈ પણ સત્કર્મ કરો-ત્યારે પરમાત્માનાં દર્શન કરતાં કરતાં કરો. નહિ તો સત્કર્મમાં ભગવાન ભુલાય છે-અને સત્કર્મ સફળ થતું નથી. ઘણા ભિખારીને ખવડાવે-છે ત્યારે વિચારે છે-કે “આને બિચારાને કોણ ખવડાવે ?એને ”હું” ખવડાવું છું” સત્કર્મ માં “હું”