ભાગવત રહસ્ય - 200

  • 404
  • 140

ભાગવત રહસ્ય -૨૦૦   પછી રામચંદ્રજી ૧૬ વર્ષની ઉંમરે જાત્રા કરવા નીકળેલા. જાત્રા કરીને આવ્યા પછી-તેમને વૈરાગ્ય થયો. મરણ માટે જીવનો જન્મ થાય છે,અનાદિ કાળથી આ જીવ સંસારમાં રખડે છે, આ સંસારમાં કોને સુખ મળ્યું છે ? આ સંસારનું દુઃખ જોતાં ગભરામણ થાય છે.જેનો વિનાશ થવાનો છે-એવા વિષયો સાથે કોણ પ્રેમ કરે ? “મારે આ સંસાર છોડીને જવું છે”   રામજીની આ દશા જોઈ-દશરથજીને ચિંતા થઇ, તેઓએ વશિષ્ઠજીને વાત કરી. રામજીનો વૈરાગ્ય દૂર કરવા માટે વશિષ્ઠજી એ રામજીને ઉપદેશ કર્યો છે. જે “યોગ-વશિષ્ઠ” માં આપેલો છે. યોગ-વશિષ્ઠનું પહેલું પ્રકરણ –વૈરાગ્ય- નું છે,તે અતિ ઉત્તમ છે-એક વખત તે વાંચવું જ જોઈએ.