ભાગવત રહસ્ય - 199

  • 234
  • 68

ભાગવત રહસ્ય -૧૯૯   ભારતભૂમિ એ કર્મભૂમિ છે.આ કર્મભૂમિમાં જેવું કર્મ આપણે કરીએ તેવું જ ફળ મળે છે. આપણે બીજા માટે જેવો ભાવ રાખીએ તેવો જ ભાવ તે આપણા માટે રાખશે. અભિમાન મૂરખાઓને ત્રાસ આપતું નથી,પણ જગત જેને માન આપે છે-તેવા જ્ઞાનીને –અભિમાન પજવે છે.માનની પાછળ અભિમાન ઉભું જ છે. વિષ્ણુસહસ્ત્રનામમાં ભગવાનને “અમાની-માનદા “ કહ્યા છે. ભગવાન અમાની છે-ભગવાન માન આપનાર છે.   ભરતજી કૈકેયીને કહે છે- કે મા,મોટાભાઈ સમર્થ છે પણ મને માન આપે છે. રામજીએ બાળલીલામાં પણ મર્યાદાનો ભંગ કર્યો નથી.રામજીની બાળલીલા સરળ છે. મા પાસે પણ કંઈ માગતા નથી,કે મા ને કદી પજવ્યાં નથી. કન્હૈયાએ વિચાર કર્યો-કે