ભાગવત રહસ્ય -૧૯૮ ભગવાન શંકર -રામાયણના- આચાર્ય છે. એક વખત દેવો,ઋષિઓ અને રાક્ષસો –શિવજી પાસે રામાયણની માગણી કરવા ગયા. કહે છે-કે- અમારે રામાયણનો પાઠ કરવો છે.રામાયણના શ્લોકના ત્રણ સરખા ભાગ કરતાં-અને વહેંચણી બાદ એક શ્લોક વધ્યો.તેના માટે ત્રણે ઝગડો કરવા લાગ્યા. શિવજીને ઝગડો ગમતો નથી. જ્યાં યુદ્ધ નથી,સ્વાર્થ નથી,વાસના નથી,વિષમતા નથી-એ જ અયોધ્યા છે. જયારે કૈકેયીના મનમાં વિષમતા,સ્વાર્થ અને વાસના જાગશે –ત્યારે રામ અયોધ્યા છોડી જશે. શિવજીના દરબારમાં બળદ અને સિંહ –સાથે બિરાજે છે. શિવજીનું વાહન નંદિકેશ્વર (બળદ) અને પાર્વતીજીનું વાહન સિંહ છે. ગણપતિનું વાહન ઉંદર,કાર્તિકેયનું વાહન મોર છે,અને શિવજીના ગળામાં સર્પ છે. બધા સામસામા –જન્મસિદ્ધ વેરવાળા પશુઓ