ભાગવત રહસ્ય - 197

  • 172
  • 54

ભાગવત રહસ્ય -૧૯૭   રામજી દુશ્મન સાથે પણ સરળ છે. રાવણ સાથે પણ સરળ છે.યુદ્ધ વખતે રાવણનું બખ્તર ફાટી ગયું છે,સારથી મરાઈ ગયો છે,રાવણ ઘાયલ છે-થાકી ગયેલો છે. રામજીની જગ્યાએ બીજો કોઈ હોત તો દુશ્મનની લાચારી નો લાભ લઇ તેને મારી નાખે,પણ રામજીએ રાવણને કહ્યું-કે-અત્યારે તમે ઘરે જાઓ,ભોજન કરો –આરામ કરો, આવતી કાલે યુદ્ધ કરવા આવજો.જગતમાં એવો કોઈ થયો નથી કે-જે શત્રુને કહે કે-આરામ કરો,ઘેર જાઓ અને ભોજન કરો.   એક ધોબીને રાજી કરવા સીતાજીનો ત્યાગ કર્યો. જે સરળ છે તેમને બહુ સહન કરવું પડે છે.રામજીએ ખુબ સહન કર્યું છે. રઘુનાથજીની સરળતાનો,દીનવત્સલતાનો જગતમાં જોટો નથી. કાયદો એવો છે કે-માલિક ઉપર