"આજ સુહાસી ૧૯ વર્ષ ની થઈ", ગુલાબબેન ઊમાકાંતભાઈ ને કહી રહ્યા હતા . હવે યોગ્ય પાત્ર મળે તો પરણાવવાની વાત થઈ રહી હતી . સુહાસી પોતાના રુમમાંથી આ વાત સાંભળી રહી હતી . થોડા સમય પહેલાં જ સુહાસી એ કોલેજ ના ત્રીજા વર્ષ ની પરીક્ષા આપી હતી. સુહાસી ને હજુ આગળ અભ્યાસ કરવો હતો . પણ સુહાસી ના માતા ગુલાબબેન માનતા હતા કે છોકરી ઉંમર લાયક થાય એટલે યોગ્ય પાત્ર સાથે પરણાવી દેવી જોઈએ જેથી માતા-પિતા પોતાની જવાબદારી માંથી મુક્ત થઈ શકે. સુહાસી શાંત અને અંતરમુખી સ્વભાવની માટે પોતાની ઈચ્છાઓ કહી ન શકી કે, મમ્મી મારે હજુ ભણવું છે આગળ અભ્યાસ કરવો