ભોજન એ દરેક વ્યક્તિની જરૂરિયાત છે આજના આધુનિક સમયગાળામાં વિજ્ઞાનને કારણે લોકો સહેલાઇથી ઉત્તમ ભોજન પ્રાપ્ત કરી શકે છે આ પહેલા આ વાત એટલી સરળ ન હતી.પહેલા ભોજન લોકોએ જાતે જ બનાવવું પડતું હતું જેના માટે સમય, કુશળતા અને પ્રયાસ જરૂરી હતાં.જો પરિવારમાં કોઇને ભોજન બનાવતા ન આવડે તો તેમને ભૂખમરાનો સામનો કરવો પડતો હતો.ત્યારે સંગ્રહ કરવા માટે કોઇ સાધન નહી હોવાને કારણે વસ્તુઓ પણ સહેલાઇથી સંગ્રહ કરી શકાતી ન હતી.જો કે વીસમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ અને રેફ્રિજરેટરની શોધને કારણે વાત ઘણી સરળ બની ગઇ હતી અને તે શોધ ત્યારની સર્વોત્તમ બની રહી હતી.આ સમયગાળાની જો કોઇ સૌથી ઉત્તમ શોધ