ભાગવત રહસ્ય - 194

ભાગવત રહસ્ય -૧૯૪   રામ જન્મોત્સવમાં સર્વ ને આનંદ થયો છે,બધા દેવો રાજી થયા છે,ફક્ત એક ચંદ્ર નારાજ થયા છે.રામજીના દર્શન કરી,સૂર્યનારાયણ સ્તબ્ધ બની સ્થિર થયા છે.”મારા વંશ માં ભગવાન આવ્યા છે!” અતિ આનંદમાં સૂર્ય ની ગતિ સ્થિર થઇ છે,સૂર્યનારાયણ આગળ વધતા જ નથી,તે અસ્ત તરફ જાય તો –ચંદ્રને દર્શન થાય ને ? ચંદ્રમાએ રામજીને પ્રાર્થના કરી કે-આ સૂર્યને આગળ જવાનું કહોને? મને તમારાં દર્શન કરવા દેતો નથી,   ચંદ્રને રામજીએ આશ્વાસન આપ્યું છે-કે –આજથી હું તારું નામ ધારણ કરીશ.(રામચંદ્ર) છતાં ચંદ્રને સંતોષ થયો નહિ..એટલે રામજી કહે છે-કે-તું ધીરજ રાખઆ વખતે મેં સૂર્યને લાભ આપ્યો છે,પણ ભવિષ્યમાં કૃષ્ણાવતાર ધારણ કરી