ભાગવત રહસ્ય -૧૯૩ દશરથ એટલે-દશે ઇન્દ્રિયોના ઘોડાઓને કાબુમાં રાખી જેનો રથ રામજી તરફ (પ્રભુ તરફ) જાય છે-તે...આવા દશરથને ત્યાં ભગવાન પુત્ર રૂપે આવે છે. દશમુખ રાવણ વિષયોને હદ ઉપરાંત ભોગવે છે-એટલે રાવણને ત્યાં ભગવાન કાળ-રૂપે આવે છે. નવ માસ પરિપૂર્ણ થયા છે,રાત્રે દશરથજી સૂતેલા હતા,તેમને સુંદર સ્વપ્નું દેખાયું “મારે આંગણે મહાત્મા ઋષિઓ આવ્યા છે,મને ઉઠાડે છે “ સ્વપ્નમાં જ દશરથજીએ સરયુમાં સ્નાન કર્યું. પ્રભુનો પંચામૃતથી અભિષેક કર્યો,અને સ્વપ્નમાં જ લક્ષ્મીનારાયણની આરતી ઉતારતા હતા. દશરથ મહારાજ,નારાયણને વારંવાર વંદન કરે છે,પ્રભુ આજે તેમને હસતા દેખાય છે. દશરથ સ્વપ્નમાંથી જાગ્યા છે,વિચારે છે-કે-લાવ,ગુરુદેવ વશિષ્ઠને સ્વપ્નની વાત કરું. તે વશિષ્ઠ પાસે આવ્યા.અને સ્વપ્ન