ભાગવત રહસ્ય - 190

ભાગવત રહસ્ય-૧૯૦   નૃસિંહ અવતારની કથાએ –ક્રોધનો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું, વામન અવતારની કથાએ –લોભનો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું. હવે રામચંદ્રજીની કથા –કામનો નાશ કેવી રીતે કરવો-તે શીખવશે. ભાગવતનું ધ્યેય –કૃષ્ણ-લીલા-ચરિત્ર કહેવાનું છે,પણ પહેલા સ્કંધથી કૃષ્ણલીલાનું વર્ણન કર્યું નથી,તેનું કારણ એ છે કે- ક્રોધ,લોભ,કામનો નાશ થાય પછી જ –પરમાત્મા મળે- શ્રીકૃષ્ણ મળે.   આઠમા સ્કંધ ની સમાપ્તિમાં સત્યવ્રત મનુ અને મત્સ્યાવતાર ની કથા કહી હતી. આ અધ્યાયમાં વૈવસ્વત મનુની કથા છે,વૈવસ્વત મનુ સૂર્યવંશના આદિ પ્રવર્તક છે. વિવસ્વાનને ઘેર વૈવસ્વત મનુ થયેલાં.તેમનું લગ્ન શ્રદ્ધા નામની સ્ત્રી જોડે થયેલું. તેમને ઘેર દશ બાળકો થયાં.ઇક્ષ્વાકુ,નૃગ,શર્યાતી,દિષ્ટિ,કરૂપ,નરીશ્યંત,પૃશગ્ન,નભગ અને કવિ.   દિષ્ટિના