ભાગવત રહસ્ય-૧૮૯ સૂર્યવંશમાં રઘુનાથજી પ્રગટ થયા છે અને ચન્દ્રવંશમાં શ્રીકૃષ્ણ. રામ પહેલાં આવે છે,અને તે પછી શ્રીકૃષ્ણ આવે છે. રામ -ના -આવે ત્યાં સુધી કૃષ્ણ આવતા નથી.ભાગવતમાં મુખ્ય કથા શ્રીકૃષ્ણની છે.પણ રામને પધરાવ્યા પછી જ શ્રીકૃષ્ણ આવે છે.રામજીની મર્યાદા(વિવેક)ને બતાવવાનો ઉદ્દેશ છે. આ મર્યાદા (વિવેક)નું પાલન થાય તો જ કૃષ્ણલીલાનું રહસ્ય સમજમાં આવે. પણ,મનુષ્ય ને થોડી સંપત્તિ,અધિકાર મળે એટલે તે વિવેક ભૂલે છે. રામજીની ઉત્તમ સેવા એ જ છે કે –રામજીની મર્યાદાનું પાલન કરો,રામના જેવું વર્તન રાખો. આરંભમાં રામ ચરિત્રનું વર્ણન કર્યું છે. પછી દશમ સ્કંધમાં કૃષ્ણ કથા આવશે. રામજીનું ચરિત્ર –રામજીની લીલા -સર્વથા અનુકરણીય છે, શ્રીકૃષ્ણ લીલાનું