ભાગવત રહસ્ય- ૧૮૭ સ્કંધ-૯ સ્કંધ-૯-આ સ્કંધની શરૂઆત કરતાં પહેલાં અત્યાર સુધીમાં આવી ગયેલા સ્કંધોના તત્વજ્ઞાનનું થોડું મનન કરીએ.(૧)-પહેલાં સ્કંધમાં અધિકારલીલાનું વર્ણન છે. શિષ્યનો અધિકાર બતાવ્યો. અધિકાર સિદ્ધ થાય તેને સંત મળે. મૃત્યુ માથે છે,એ સાંભળ્યા પછી રાજાનું જીવન સુધરી ગયું,પરીક્ષિતના વિલાસી જીવનનો અંત આવ્યો. વિલાસી જીવનનો અંત આવે અને ભક્તિ સિદ્ધ થાય એટલે જીવમાં અધિકાર આવે છે.અધિકાર વગર જ્ઞાન દીપે નહિ. અનાધિકારી જ્ઞાનનો દુરુયોગ કરે છે. વૈરાગ્ય ધારણ કરીને જે બહાર નીકળે છે,તે સંત બંને છે,અને તેને ત્યાં સદગુરુ આપોઆપ પધારે છે. સંત ને ત્યાં જ સંત પધારે. (૨)-બીજા સ્કંધમાં આવી જ્ઞાનલીલા. મનુષ્યમાત્રનું કર્તવ્ય શું છે? મૃત્યુ