મહામારી

મહામારી....-Bindu Anurag       આ મહિને કેટલા ના ભાડા બાકી છે એવું રમેશભાઈ પોતાના હિસાબની ડાયરીમાં ચકાસતા હતા અને વિચારતા હતા કે શું છે બાકી છે એ લોકો મને ભાડાના પૈસા ચૂકવશે કે નહીં અને જો નહીં ચૂકવે તો હું શું કરીશ આમ કંઈક મથામણમાં પોતે મૂંઝવણ અનુભવતા હોય એવું એમને લાગતું હતું....         રમેશભાઈ એટલે એક સ્કૂલ રિક્ષા ડ્રાઇવર .. રમેશભાઈ  શાંતિથી સ્વાભિમાનથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા કોઈપણ જાતની કુટેવો ધરાવતા હતા અને ખૂબ જ સરળ અને સ્વાભિમાની વ્યક્તિ ... ઘણા ખરા વાલીઓ શરૂઆતમાં જ છ માસ નું ભાડું આપી દેતા તો ઘણા દર માસ દરમિયાન