સ્કાય ફોર્સ-રાકેશ ઠક્કર જેમના દિલમાં દેશભક્તિની ભાવના છે એ ભારતીય એરફોર્સના પાયલોટ્સની સત્ય ઘટનાઓ પર આધારિત ‘સ્કાય ફોર્સ’ માટે ગૌરવ અનુભવશે. દેશભક્તિની આ ફિલ્મમાં નકારાત્મક બાબતો શોધવા જેવી નથી. અગાઉ કેટલાક એમ કહેતા હતા કે રિતિકની ‘ફાઇટર’ ની નકલ જેવી લાગે છે પણ એમણે સ્વીકાર્યું છે કે એ ખોટા હતા. વાર્તા બાબતે ‘ફાઇટર’ પાછળ રહી જાય એમ છે. કોઈ ફાલતૂ વાત કરવાને બદલે પહેલા જ દ્રશ્યથી સીધી મુદ્દા પર આવતી માત્ર બે કલાકની ફિલ્મનો પહેલો ભાગ એટલો ઝડપથી આગળ વધે છે અને બાંધી રાખે છે કે ઈન્ટરવલ આવી ગયો એનું ધ્યાન રહેતું નથી. બીજા ભાગમાં ફિલ્મ સસ્પેન્સ થ્રીલર હોવાનું લાગે છે. અગાઉ એરફોર્સ પર ફિલ્મો આવી