આજનો જમાનો આમ તો ટેકનોલોજીનો અને વિજ્ઞાનનો જમાનો છે ત્યારે ભૂતપ્રેતની વાતો કરનારા લોકોને અભણ અને અંધશ્રદ્ધાળુ ગણાય તેમ છે પણ એ હકીકત છે કે પ્રાચીન કાળથી આ વાતોમાં માનનારો મોટો વર્ગ છે અને તેઓ માને છે કે ભૂત પ્રેત, આત્મા, જિન્નાત વગેરેનું પણ માણસની જેમ જ અસ્તિત્વ છે અને તેનો અનુભવ ઘણાં લોકોને થતો હોય છે.કેટલાક સ્થળોને આ કારણે જ ભૂતિયા કહેવાય છે તો ઘણાં શહેર અને ગામોને પણ આત્માઓનાં નિવાસસ્થળ માનવામાં આવે છે.ભારતમાં આ પ્રકારનાં કેટલાક સ્થળો છે જેને ભૂતિયા ગણાવાય છે.જેમાં રાજસ્થાનનાં અલવરમાં આવેલ ભાનગઢનો કિલ્લો દેશનાં સૌથી ભૂતિયા સ્થળોમાં એક મનાય છે.આ કિલ્લાની રચના ૧૫૭૩માં ભગવંત