આસપાસની વાતો ખાસ - 13

  • 882
  • 392

13. પળવારની હિંમત“બેટા કેમ આટલી હાંફે છે?   સહેજ નિરાંતે બેસ અને કહે કે શું થયું.” મા એ હમણાં જ સ્કુલેથી આવી  ઘરમાં પ્રવેશેલી પુત્રીને પૂછ્યું.સહેજ વિરામ લઈ પુત્રી કહેવા લાગી."મમ્મી, આજે  ઘેર આવતાં શું થયું કહું?  તેં કહેલું કે  સ્કૂલેથી નીકળ્યા પછી એક વાર સાઇકલ શરૂ કરી એટલે પાછળ જોવું નહીં ને ક્યાંય  અટકવું નહીં એ વાત આજે કામ આવી."  હવે સ્કુલેથી આવતાં  હજી ખભે રહેલ દફતર એક બાજુ ફેંકતી છોકરી  એની મા ને  આજે સ્કુલેથી આવતાં જે બન્યું તેની વાત કહેવા લાગી.મા ખુશ થઈ કે દીકરીએ કાઈંક સારું કામ કર્યું."એમ! એવું તે શું થયું?" માએ તેનું દફતર  લઈને ઠેકાણે