તારી પીડાનો હું અનુભવી - ભાગ 26

Mઅઠવાડિયા પછી, દાદાને મળવા જવાનું નક્કી થયું. અમે પહોંચ્યા એટલે કાનનબેને એ જ હસતા ચહેરે અમને આવકાર્યા. અમને બહાર બેસાડી તેઓ દાદાને કહેવા ગયા.હું અંદર ગઈ. મમ્મી અને પારૂલ આન્ટી કાનનબેન સાથે બહાર બેઠા. દાદા સાથે મારી દૃષ્ટિ મળી કે ફરી એ જ અનુભવ. એ જ ઠંડક, એ જ તૃપ્તિ. આને કોઈ જાદુગરી કહેવી કે શું કહેવું! મને સમજ નહોતી પડતી. હા, આશ્ચર્યની પ્રતિમા જ યોગ્ય જણાતું હતું.અંદર જઈને મેં દાદાના ચરણ સ્પર્શ કર્યા.‘કેમ છે સંયુક્તા? સારું લાગે છે?’‘હા દાદા. તમારી સમજણ મને થોડી થોડી હિંમત આપે છે. પણ હજુ મારું મન પૂર્ણપણે સમાધાન નથી પામતું. અંદર ઘણી ગડમથલ ચાલે