જાદુભાગ ૧મીન્ટુ એના મામા વિવેક સાથે અમદાવાદથી જૂનાગઢ આવેલી એસટી બસમાંથી ઉતરે છે .માત્ર છ વર્ષનો મીન્ટુ ઉદાસ ચહેરે આસપાસ ની નવી દુનિયા જોઈ થોડો ગભરાય છે અને મામા નો હાથ જોરથી પકડી રાખે છે . મામાના એક હાથમાં બેગ છે અને બીજો હાથ મીન્ટુના હાથમાં છે . " બોલો સાહેબ ક્યાં જવું છે ? " એક રિક્ષાવાળા વિવેક ને પૂછ્યું ." મારે જ્યોતિ અનાથ આશ્રમ જવું છે " વિવેકે જવાબ આપ્યો ." એ તો તળેટીમાં છે ચાલો બેસી જાવ 250 રૂપિયા થશે "" અરે ભાઈ અહીંથી સાત કિલોમીટર દૂર છે