ચૈત્ર માસ ની ચૌદસ નો એ દિવસે અગાઉ થી જ નક્કી કર્યા અનુસાર સમસ્ત ધાનાણી પરિવાર નું "કુટુંબ સંમેલન" માતાજીના હવન અને જમણવાર નું આયોજન કરવામાં આવેલ હતું. સમગ્ર ધાનાણી પરિવારના સભ્યોને તેમાં જોડાવાનું હતું અને દરેક ઘરના લોકોનો સહયોગ આપો એવી એ યોજના હતી...નિર્ધારિત દિવસના અગાઉ થી જ બધી જ તૈયારીઓ નાનકડા ગામમાં ચાલી રહી હતી . ધાનાણી પરિવાર ના અન્ય ગામ રહેતા સભ્યો પણ ત્યાં આવવા આતુર હતા ને ગામમાં પણ લોકો આની જોર-શોર થી તૈયારી કરી રહ્યા હતા. સમગ્ર ગામના લોકો તેના માટે ખૂબ જોર શોર થી તૈયારીઓ કરી રહ્યા હતા સમગ્ર ધાનાણી પરિવારના કોઈ પણ સદસ્ય