લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-41

  • 1.7k
  • 1
  • 758

લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-41    “કેટલીક પ્રેમકથાઓ અધૂરી રહેવા જ સર્જાય છે.....!” -લિ- “સિદ્ધાર્થ” ****                 સિદ્ધાર્થ ના પાડવા જ જતો હતો પણ હજીપણ કુસુમબેનની હાજરીને લીધે તે અટકી ગયો.         “પ્લીઝ આયને...!” સામેથી નેહા વિનવણી ભર્યા સુરમાં બોલી.         “સારું....!” સિદ્ધાર્થ બોલ્યો અને કૉલ કટ કર્યો.         પરાણે ઔપચારિક સ્મિત કરીને સિદ્ધાર્થે કુસુમબેન સામે જોયું. તેઓ પાછા ફરીને જવા લાગ્યાં. કપડા બદલીને સિદ્ધાર્થ નેહાને મળવા નીકળી ગયો. ****         “ભાભી મારી વાત માનો...તમે એને ક્યાંક બા’ર મલો...ઘેર બધાનાં કકળાટમાં કશું મેળ નઈ પડે વાત કરવાનો....!” ફોન ઉપર ઝિલ નેહાને કહી રહી હતી “ક્યાંક બા’ર મલશો તો