લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-39

  • 1.2k
  • 1
  • 652

લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-39   વહેલી સવારે.......!   “લાવણ્યા કૉલેજ પહોંચી ગઈ હશે....!”  કાર ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થ બબડ્યો.   કાર ચલાવતાં-ચલાવતાં તેને લાવણ્યાના વિચારો તેને ઘેરી વળ્યા. જોકે લાવણ્યા બાજુથી તે સંપૂર્ણપણે રીલેકસ થઇ ગયો હોવાથી અત્યારે તેને લાવણ્યા સાથે વિતાવેલી દરેક સુંદર ક્ષણો જ યાદ આવી રહી હતી. તેને ફરીવાર લાવણ્યાને વળગી પડવાની ઈચ્છા થઇ આવી. યુથ ફેસ્ટીવલમાં તેણીનું રેમ્પ વોક, તેણીનું સોન્ગ પરફોર્મન્સ વગેરે સિદ્ધાર્થને યાદ આવવા લાગ્યાં. સાડી પહેરીને જયારે તેણીએ રેમ્પ વોક કર્યું, ત્યારે સિદ્ધાર્થને તે સાક્ષાત કોઈ અપ્સરા લાગી હતી તો પોતાનાં મસ્ત મજાના મધુર સ્વરમાં જ્યારે તેણીએ સોન્ગ ગયું ત્યારે સાવ તે સાવ માસૂમ