મોત એ એવું સત્ય છે જેનાથી કોઇ પીછો છોડાવી શકતું નથી.આપણે કેટલાક અમર લોકો વિશે સાંભળીએ છીએ પણ તેમનો સામનો આપણે કયારેય કર્યો નથી આપણે આપણી આસપાસ આપણાં લોકોને જેને આપણે ખુબ ચાહીએ છીએ તેમને પણ આપણો સાથ છોડીને ચાલ્યા જતા જોઇએ છીએ.ઘણાં લોકોનું મોત સાદાઇથી થાય છે ઘણાં લોકોનાં મોત બહુ દર્દનાક હોય છે ઘણાં લોકો બહાદુરીભેર મોતને ભેટે છે પણ કેટલાક કમનસીબ એવા પણ હોય છે જેમને મોત પણ વિચિત્ર રીતે મળ્યું છે. ૧૮૭૫માં ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર પ્રોફેશ્નલ સ્વીમર વેબ પ્રખ્યાત તરવૈયો હતો.૧૮૮૨ દરમિયાન વેબે યુકે અને અમેરિકામાં અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો તેણે તે સમયે