રાષ્ટ્રપ્રમુખ કે સમ્રાટની હત્યાઓને કારણે જગતમાં પરિવર્તન આવતું હોય છે પણ કેટલીક હત્યાઓ અને ક્રાઇમ એવા છે જેના કારણે ન્યાયતંત્ર, શિક્ષણ, રાષ્ટ્રીય ગતિવિધિઓ, સમાજ, સંસ્કૃતિને ખાસ્સી અસર થઇ હતી અને તેના કારણે ક્રાંતિકારી પરિવર્તન આવ્યા હતા જો કે આ કેસ એટલા ગુંંચવણભર્યા ન હતા કેટલાક કેસ તો આસાનીથી ઉકેલાયા હતા કેટલાક કેસ એવા છે જે આજે પણ રહસ્યમય બની રહ્યાં છે.આ તમામ હત્યાઓ એક રીતે ઐતિહાસિક બની રહેવા પામી છે. ૨૨ ડિસેમ્બર ૧૭૯૯નાં રોજ ગુલિલ્મા એલ્મા સેન્ડસ પર તેના ઘરવાળાઓએ લગ્નનું દબાણ કરતા તે ઘર છોડીને ચાલી ગઇ હતી જે ત્યારબાદ બીજી જાન્યુઆરી ૧૮૦૦નાં દિવસે નજરે પડી હતી તે દિવસે