ને એક ફોન આવ્યો

  • 348
  • 108

      સખત અકળાટ! બહાર ધોમધકતો તાપ અને ભીતર સખત અકળાટ.પણ આટલા વર્ષો પછી શાનો અકળાટ.આજે વીસ વર્ષ ને ઉપર એ આખા બે માસ વીતી ગયા એને મળ્યે એની સાથે છેલ્લી કોફી પી ને.આમ તો જોકે કોફી તો મેં પીધી હતી બાકી એ તો ચા નો સખત શોખીન.જોકે એ હતો પણ તો ચા જેવો જ ને.ક્યારેક સખત ગરમ તો ક્યારેક સખત મીઠો. દુધમાં ચા પત્તિ નાખી ને માત્ર બે મિનિટ ગરમ થવા દીધું હોય એવો તેનો વાન અને સ્વભાવ.....સ્વભાવ તો ક્યારેક આદુ જેવો તીખો તો ક્યારેક ઈલાયચી જેવો મધુર.એટલે થાય એવું કે ચા પીવો તો એની આદત પડે ને