દરિયા કિનારે

  • 1.3k
  • 1
  • 588

 સારિકા  હોલમાં સોફા પર બેસીને ઓફિસનો હિસાબ ચેક કરતી હોય છે. તેની સામેની તરફ ટેબલ પર લેપટોપ અને થોડી ફાઈલનો થપ્પો પડ્યો છે. અને થોડીવાર પછી તે ફોનમાં કોઈ સાથે વાત કરી રહી હોય છે. આ તરફ સારિકા વીલામાં એક વેગેનાર એન્ટ્રી લે છે. અને તેમાંથી એક સોહામણો પચીસેક વર્ષનો  યુવાન ઉતરે છે. અને આગળ ચાલવા લાગે છે. અને આ તરફ સારિકા પોતાનું કામ કરી રહી હોય છે.અહાન અંદરની તરફ આવે છે. તે અચાનક ગાર્ડનમાં ઉગેલા ગુલાબ સામે જુએ છે. અને તે તરફ જાય છે. થોડીવાર તે ગુલાબને જોયા પછી ગુલાબ તોડી ઘરની અંદર હસતો હસતો આવે છે. તે સારિકાને જુએ છે