ઋણાનુબંધ જ્યારે પૂરો થઈ જાય ત્યારે!!!! હૃદયની ભાવના પૂરી થઈ જાય ખરી!! લાગણીની ભીનાશ સૂકાય જાય ખરી!! ઋણ કદાચ ગયા ભવનું બાકી હોય ચૂકવવાનું તે પૂરું થઈ જાય એટલે સંવેદનાનો બંધ, સેતુ તૂટી જાય ખરો!! સાવ જીવનમાંથી જીવંતતાના પત્તાનો મહેલ કકડભૂસ થાય સાવ એમ જ!! ખોટું ખોટું જીવેલું, સાચુ સાચુ માનેલું, ખોટાને સાચું માની, સાચાને ખોટું ધારી, જીવનની ક્ષણોને ભરેલી, તે 'ભરેલાપણા'નું માટલું સાવ ઊંધું કરી કુદરત ઢોળી દઈ, તેને ખાલી કરી દે, તેવી અસંવેદનશીલ, કઠોર અને પથ્થરસમ લગતી ક્ષણો એટલે જ શું ઋણાનુબંધ પૂરો થયો એમ લોકો કહેતા હશે!!! શું એટલું સહેલું હશે સળગતી